સામખિયાળીમાં 22 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું

copy image

સામખિયાળીમાં 22 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ પોતનું જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર મૂળ તોરણિયાના અને હાલમાં સામખિયાળીમાં રહેતા વિક્રમ ગેલાભાઈ રાકાણીએ તા. 31/10નાં રોજ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ યુવાન ગત તા. 31/10નાં પોતાના ઘરે હતો. ત્યાર બાદ પછીના દિવસે યુવાનના કાકા ભીમાભાઈએ ત્યાં આવીને જોતાં આ યુવાન લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આ બનાવ અંગેનું કારણ જાણવા આગળની વધુ તપાસ આદરી છે.