લખપત ખાતે આવેલ નરાના મહિલા આરોપીને નાણાં પરત ન કરતાં કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી

copy image

copy image

   લખપત ખાતે આવેલ નરા ગામમાં પિતાનાં લેણાં પેટે ચેક આપી નાણાં પરત ન કરવાના કેસમાં   કોર્ટે નરા ગામના મહિલા આરોપી રાણીબાઇ સુરતસિંહ રાયશીખને એક વર્ષની કેદની સજા ઉપરાંત લેણાની રકમ અને તેટલું જ વળતર તેમજ રકમ આપવામાં ન તો વધુ બે માસની જેલની સજાનો હુકમ જાહેર કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આરોપીએ ફરિયાદીને વર્ષ 2020માં ચેક આપ્યા બાદ પણ નાણાં પરત ન આપતા ફરિયાદીએ આરોપી વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં કોર્ટે આરોપીને વળતર પેટે વધુ બે લાખ મળી કુલ ચાર લાખ તથા એક વર્ષની સાદી કેદ અને નાણાં ન આપે તો વધુ બે માસની કેદની સજાનો હૂકુમ જાહેર કર્યો હતો.