ભચાઉમાં આવેલ માંડવી વાસમાંથી 87 વર્ષીય વૃદ્ધા અચાનક ગુમ થઈ જતાં ભારે દોડ દામ મચી

copy image

ભચાઉમાં આવેલ માંડવી વાસમાંથી 87 વર્ષીય વૃદ્ધા અચાનક ગુમ થઈ જતાં ભારે દોડ દામ મચી હતી. આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભચાઉમાં આવેલ માંડવી વાસમાં એકલા રહેતા 87 વર્ષીય જેઠીબેન આણંદજી ગાલા  નામના મહિલા અચાનક ગુમ થઈ ગયેલ હોવાનું સામે આવ્યું છે. ગુમ મહિલાને શોધી કાઢવા પોલીસે અનેક પ્રયાસો કરેલ. પરંતુ ગત રાત સુધી તેનો પતો મળ્યો ન હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શહેરનાં માંડવી વાસમાં એકલા રહેતા જેઠીબેન ગાલા નામના મહિલા ગત રાત્રે 9 વાગ્યાથી આજે સવારે 6:30 દરમ્યાન ગુમ થઈ ગયેલ હતા. અચાનક મહિલા ગુમ થવાના બનાવને પગલે પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર પણ અહીં દોડી આવ્યા હતા અને પોલીસને સૂચનો આપ્યાં હતાં. સ્થાનિક પોલીસે જુદી જુદી ટીમો દ્વારા આ અંગે તપાસ આરંભી હતી. આ દરમ્યાન સોશિયલ મીડિયામાં એક સી.સી.ટી.વી.નો ફૂટેજ વાયરલ થયેલ જણાયો હતો. જેમાં માંડવી વાસના ઘરમાંથી કાળા રંગની ભારે ભરખમ જણાતી બેગ સાથે એક બુકાનીધારી ઈશમ બહાર આવતો જણાયો હતો.   આ શખ્સ બેગને ઢસળીને લઈ જતો હોવાનું જાણવા મળ્યું હતું.  આ વીડિયો સામે આવતાં પોલીસે આ બુકાનીધારી શખ્સને ઝડપી પાડવા અને તેની પાસે રહેલી બેગમાં શું હતું તે જાણવા આગળની વધુ તપાસ હાથ ધરી છે.