53 હજારનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પૂર્વ કચ્છ ગાંધીધાંમ

લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પૂર્વ કચ્છ ગાંધીધાંમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામમાં આવેલ મહેશ્વરીનગરમાં પચાણ ઉર્ફે પ્રકાશ નારણ મહેશ્વરી નામના શખ્સે પોતાના કબ્જાનાં વાળમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બહારથી વેચાણ અર્થે મંગાવેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી અલગ અલગ બ્રાંડનો કુલ 53,400 નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કરવામાં આવેલ કાર્યકવાહી દરમ્યાન આરોપી હાજર મળ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.