ગાંધીધામમાં આંકડાનો જુગાર રમાડતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

copy image

ગાંધીધામની મુખ્ય બજારમાંથી આંકડાનો જુગાર રમાડતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસને મળેલ પૂર્વ બાતમીના આધારે ગાંધીધામ ખાતે આવેલ જવાહર ચોકમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. આ કાર્યવાહી દરમ્યાન શખ્સને તમામ મુદ્દામાલ સાથે પોલીસે ઝડપ્યો હતો. પોલીસે પકડાયેલ આરોપી  પાસેથી રોકડા 10,510 અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ હસ્તગત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.