અંગ્રેજી પ્રકારના ભારતીય બનાવટના દારૂ સાથે ધાણેટીના શખ્સને પદ્ધર પોલીસે ઝડપી પાડ્યો

copy image
પધ્ધર પોલીસે અંગ્રેજી પ્રકારના ભારતીય બનાવટના દારૂ સાથે ધાણેટીના શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ગત શુક્રવારના રાતના અરસામાં આ ધાણેટીના શખ્સને નાડાપા ફાટક નજીક બાઇક પર શરાબની ચાર પેટી સાથે પોલીસે પકડી પાડયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મળેલ પૂર્વ બાતમીના આધારે પદ્ધર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને બાતમી વાળી બાઇક રોકાવી તેના પર સવાર શખ્સને પૂછતાછ કરતાં સચિન દેવજી છાંગા તેમજ ધાણેટીનો હોવાનું સામે આવ્યું હતું. પકડાયેલ શખ્સ પાસેના થેલાની તપાસ કરતાં તેમાંથી અંગ્રેજી પ્રકારના ભારતીય બનાવટના 375 એમએલ શરાબની બોટલ નં. 48 જેની કિં. રૂા. 8400 તથા એક મોબાઇલ કિં. રૂા. 5000 મળી આવેલ હતા. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી કુલ રૂા. 23,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે આગળની વધુ તપાસ કરતાં આ દારૂ તેને ભુજના શખ્સે આપ્યાનું સામે આવ્યું હતું. પધ્ધર પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.