1.28 લાખના શંકાસ્પદ ડીઝલ સાથે બે શખ્સને ઝડપી પાડતી એસ.ઓ.જી.ની ટીમ

copy image
રૂ. 1,28,800ના શંકાસ્પદ ડીઝલ સાથે બે શખ્સને પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે બોલેરો ગાડીને અટકાવી તેની તપાસ હાથ ધરી હતી, જેમાં પ્લાસ્ટિકની ટાંકી આશરે 500 લિટરની ક્ષમતાની તથા બીજી પ્લાસ્ટિકની પારદર્શક ટાંકી આશરે 900 લિટરની ક્ષમતાની ડીઝલથી ભરેલી જોવા મળી હતી. આ ડિઝલના જથ્થા અંગેનું તેમની પાસે કોઇ બિલ કે આધાર-પુરાવા ન હોવાનું સામે આવતા રૂ. 1,28,800ના શંકાસ્પદ ડીઝલ, વાહન રૂા. 3,50,000 તથા મોબાઇલ ફોન નંગ-2 કિં. રૂા. 10,000 મળી કુલ રૂ. 4,88,800ના મુદ્દામાલ સાથે બંને શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.