લોકોના પૈસા થી ભ્રષ્ટાચાર કરી પોતાના ખિસ્સા ભરતા અધિકારીઓ પર લોકોનો રોષ

કેરા તા,ભુજ થોડીક તો સરમ કરો લોકોના પૈસા થી ભ્રષ્ટાચાર કરી પોતાના ખિસ્સા ભરતા અધિકારીઓ પર લોકોનો રોષ ખત્રી તળાવ થી લઈ કેરા સુધીનો કહેવાતો ભુજ મુન્દ્રા હાઇવે રોડ ભંગાર હાલતમા યમરાજ જેમ ચાલતા ઓવરલોડ વાહનો થી લોકો પણ ત્રાસી ગયા છે જેમાં જ્યારે રોડ બને છે જે માત્ર 5 મહીનાજ ચાલે છે પાછી આજ હાલત ઉપરથી નીચે સુધી તમામ ભ્રષ્ટ અધિકારીઓ મળેલા હોવાથી લોકો કોને રજૂઆત કરે જ્યાં જોવો ત્યાં કટકી લોકો પાસે ટેક્ષ વસૂલી કરે અને ભ્રષ્ટ અધિકારીના ખિસ્સા ભરાય 2 વર્ષની ગેરેંટીમાં રોડ બને જે 6 મહિના ચાલે પછી પોપાડુ પાધરૂ ચૂંટણી આવે ત્યારે લોકોને મોટી મોટી વાતો કરે જીત્યા પછી ગામડાઓ બાજુ કોઈ ફરકતું નથી અવારનવાર અને વર્ષોથી ચર્ચામાં રહેતો આ રોડ અને ઓવરલોડ વાહનો જેનો કોઈ નિકાલ થતો નથી કામ સરખા થતાં નથી મોંઘવારી અને ભ્રષ્ટાચાર વધતો જાય છે પછી ભલે સીટ પર રૂપાભાઈ હોય કે ભૂપા ભાઈ ચા પાણી વગર કામ થતાં જ નથી