કંડલાના બંદર પાસે બોલેરો ગાડીના ચાલકે સાઇકલ સવારને અડફેટે લેતા 52 વર્ષીય આધેડનું મોત

copy image

કંડલાના બંદર પાસે એક બોલેરો ગાડીના ચાલકે સાઇકલ સવારને અડફેટે લેતા 52 વર્ષીય આધેડનું મોત થયું હતું.આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર કંડલાના બંદર પાસે ગેઈટ સામે 52 વર્ષીય સાઈકલ ચાલક રાઘવરામ કેશવરામ વર્માને બોલેરોએ પાછળથી હડફેટમાં લેતાં આ આધેડનું મોત નીપજયું હતું. આ આધેડ ગત રાત્રે સાઈકલ  પર જઈ રહ્યા હતા. તે દરમ્યાન બંદરના ગેટ સામે ત્રણ રસ્તા નજીક પહોંચ્યા હતા ત્યારે પાછળથી આવતી બોલેરો ગાડીએ આ સાઈકલ સવારને હડફેટમાં લેતા આધેડને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ મામલે બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.