ભચાઉ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળની સામે સર્જાયો ગોઝારો અકસ્માત : 52 વર્ષીય આધેડનું મોત
copy image

ભચાઉ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળની સામે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં 52 વર્ષીય આધેડનું મોત થયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર મૂળ સુરેન્દ્રનગરના તેમજ નાની ચિરઈમાં રહેતા 52 વર્ષીય પ્રવિણ મકવાણા બાઈક લઈને ભચાઉ તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન કોઈ અજાણ્યા વાહને તેમને હડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં આ શખ્સને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.