અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં 38 વર્ષીય શખ્સે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું
copy image
અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં 38 વર્ષીય શખ્સે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીની ધરા રેસીડેન્સીમાં કિશોર ભગવાનદાસ શર્મા નામના શખ્સે ગળેફાંસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અહીં મકાન નંબર 55 માં રહેનાર આ શખ્સ પોતાના ઘરે હતો, ગત રાત્રિ દરમિયાન તેમણે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.