અંજાર ખાતે આવેલ વરસામેડીના એક મકાનમાંથી 1.17 લાખના દારૂ સાથે શખ્સ ઝડપાયો
copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીના એક મકાનમાથી 1.17 લાખના દારૂ સાથે એક ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે. મળેલ માહિતી મુજબ અંજાર ખાતે આવેલ વરસામેડીમાં આવેલ ક્રિષ્નાપાર્ક સોસાયટીના એક મકાનમાં દરોડો પાડી રૂા. 1,17,700નો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો તેમજ માલ લેવા આવેલ શખ્સની ધરપકડ કરવામાં આવેલ હતી. તેમજ અન્ય ત્રણ શખ્સો પોલીસના હાથ માં આવેલ ન હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વરસામેડીની ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં મકાન નંબર 460 માં અમુક ઈશમો દારૂનું વેચાણ કરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી બેડરૂમમાંથી ગ્રીનલેબલ 750 એમ.એલ., ઓફિસર ચોઈસ 750 મી.લી., રોયલ સ્ટેગ, 50-50 વોડકાની કુલ 256 બોટલ કિંમત રૂા. 1,17,700નો દારૂ ઝડપી પાડ્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો તેમજ વધુ ત્રણ શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.