અબડાસાના છસરા ફાટક પાસેથી શિકારી ઝડપાયો
copy image

અબડાસા ખાતે આવેલ છસરા ફાટક નજીકથી એક શિકારી શખ્સને પોલીસે હાથ બનાવટના દારૂ ગોળાના ટોટા સાથે ઝડપી પાડ્યો હતો. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર વાયોર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન છસરા ફાટક પાસે બસ સ્ટેશનમાં શખ્સને શિકાર માટેના હાથ બનાવટના દારૂગોળાના ટોટા નંગ-23 સાથે ઝડપી તેની પૂછપરછ કરતા આ ટોટા સુલતાન કેરએ મંગાવ્યાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.