નોકરીથી પરત જઈ રહેલા શખ્સનાં હાથમાથી મોબાઇલની ચીલઝડપ કરીને નાસી જનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

ગાંધીધામમાં નોકરીથી પરત જઈ રહેલા શખ્સનાં હાથમાથી મોબાઇલની ચીલઝડપ કરીને નાસી જનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે કંડલા રોડ પર આવેલ ટાટા શો રૂમમાં નોકરી કરતાં નંદનભાઈ લક્ષ્મીનારાયણ દ્વારા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ગત તા 2/11ના સાંજના અરસામાં નોકરીએથી પરત આવી રહ્યા હતા તે દરમ્યાન પાછળથી કોઈ અજાણ્યો બાઇક ચાલક તેમના હાથ માથી મોબાઇલની ચીલ ઝડપ કરી નાસી છૂટ્યો હતો. આ મામલે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.