આધોઈ ગામમાં એક રહેણાંક મકાનમાંથી 18 હજારનો દારૂ ઝડપાયો

copy image

સમાખીયારી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, સમાખીયારી વિસ્તારમાં આવેલ આધોઈ ગામ ખાતે લક્ષ્મણ પૂના મણકા નામના શખ્સ પોતાના કબ્જાના રહેણાક મકાનમાં ગેર કાયદેસર રીતે દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વળી જગ્યાએ દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 143 બોટલ જેની કિ. રૂ.18750નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ હસ્તગત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.