ગાંધીધામના વેપારી સાથે 19 લાખની ઠગાઇ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
copy image

ગાંધીધામમાં લાકડાના વેપારી સાથે રૂ.19 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગાંધીધામમાં લાકડાના વેપારીને નાઇજીરિયાથી લાકડા મંગાવી આપવાનું કહ્યા બાદ વેપારી પાસેથી રૂા. 19 લાખ મેળવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ રૂપિયા કે લાકડા આપવામાં ન આવતા આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. ગાંધીધામના સેકટર-3માં રહેનાર તેમજ જી.આઇ. ડી.સી.માં ઓમકાર વુડ પ્રોડકટસ નામની લાકડાની શો મીલ ચલાવતા મનિષ કુમાર મહેન્દ્ર કુમાર મહેતા દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોધાવેલ ફરિયાદ અનુસાર આરોપીએ ફરિયાદીને ફોન કરી તેમની સાથે વેપાર કરવા જણાવ્યુ હતું જેથી ફરિયાદીએ રૂબરૂ આવીને વાત કરવા કહ્યું હતું. ત્યાર બાદ થોડા દિવસ બાદ આરોપી ફરિયાદી પાસે આવી મારા નાઇજીરિયાથી લાકડા આવવાના છે તેમ કહી તેમને ફોટોઝ બતાવેલ હતા. બીજા દિવસે આરોપી શખ્સ શહેરની જે હોટેલમાં રોકાયો હતો, ત્યાં ફરિયાદી ગયા હતા અને લાકડાના ભાવ નક્કી કર્યા હતા. ત્યાર બાદમાં આ શખ્સે માલ આવે છે આવી ગયો છે ડોક્યુમેન્ટસ મળી જશે તેમ કહી ફરિયાદી પાસેથી જુદી જુદી તારીખે રૂા. 19 લાખ મેળવી લીધા હતા અને બાદમાં ફોન ઉપર કે રૂબરૂમાં મળે ત્યારે આ શખ્સ વાયદા કરતો હતો. પૈસા આપ્યા છતાં પણ આ શખ્સે રૂપિયા કે લાકડા આપ્યા ન હતા. જેથી આ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.