ગાંધીધામના યુવાન સાથે થઈ 3.70 લાખની ઓનલાઈન ઠગાઈ : સાયબર ક્રાઈમ પોલીસે તમામ પૈસા પરત આપાવી સરહનીય કામગીરી બજાવી
ગાંધીધામના એક યુવાન સાથે 3.70 લાખની ઓનલાઈન ઠગાઈ થતાં સાયબર ક્રાઈમ પોલીસે તમામ પૈસા પરત આપાવી સરહનીય કામગીરી બજાવી હતી. આ મામલે મળેલ માહિતી અનુસાર ગાંધીધામના એક યુવાનના ઓનલાઈન ઠગાઈમાં ગયેલા રૂા.3,70,000 અંગે સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી તમામ પૈસા પરત અપાવ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીધામના સેક્ટર-7માં રહેરનાર નરેન જગદીશ દાફડા નામના યુવાન એચ.ડી.એફ.સી. બેંકનું ક્રેડિટ કાર્ડ વાપરે છે. ગત તા. 31/10ના તેમના મોબાઈલમાં એચ.ડી.એફ.એ.એન.સી.માંથી સાદો મેસેજ આવેલ હતો. જેમાં ક્રેડિટ કાર્ડના રૂા. 4,999ના રિવાર્ડ પોઈન્ટ મેળવવા લિન્ક ખોલવા જણાવવા કહેલ હતું જેમાં આ યુવાને લિન્ક ખોલી હતી, જેમાં એચ.ડી.એફ.સી. જેવું જ પેઈજ સામે આવ્યું હતું. જેમાં માગવામાં આવેલી તમામ વિગતો ભરતા થોડીવાર બાદ પહેલાં રૂા. બે લાખ પછી રૂા. એક લાખ અને અંતે રૂા. 70,000 ઉપડી ગયાના મેસેજ આવતા પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ અરજદારે સાયબર હેલ્પ લાઈન નંબર 1930 પર ફરિયાદ કરાવી સાયબર ક્રાઈમ પોલીસ મથકનો સંપર્ક કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી આ યુવાનની તમામ રકમ પરત અપાવી સરહનીય કામગીરી બજાવી હતી.