ગાંધીધામમાંથી 29 હજારના દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો : એક ફરાર  

copy image

ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામમાં મેહુલ ભીખા પરમાર તેમજ નરશી પાલા સીંચ નામના શખ્સોએ ગાંધીધામાં ખાતે આવેલ સુંદરપૂરીમાં પોતાના કબ્જાની ઓરડીમાં ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે દારૂ રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડનો કુલ 29,550ના દારૂના જથ્થા સાથે મેહુલ ભીખા પરમાર નામના શખ્સને પોલીસે ઝડપી પાડેલ છે. તેમજ વધુ એક શખ્સ હજાર મળી આવેલ ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.