ઓનલાઇન છેતરપિંડી : કંપનીમાં ઇન્વેસ્ટ કરવવાની લાલચ આપી ભુજના શખ્સ સાથે 1.53 લાખની છેતરપિંડી આચરવામાં આવી : એલસીબીએ તમામ રકમ પરત આપવી સરાહનીય કામગીરી બજાવી
કંપનીમાં ઇન્વેસ્ટ કરવવાની લાલચ આપી ભુજના શખ્સ સાથે 1.53 લાખની છેતરપિંડી આચરવામાં આવેલ હતી જે બાબતે જાણ થતાં તમામ રકમ પરત આપવી ભુજ એલસીબીના સાયબર સેલએ સરાહનીય કામગીરી બજાવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સોલાર કંપનીમાં ઇન્વેસ્ટ કરાવી નફામાંથી 50 ટકાની લાલચ આપી આ શખ્સ સાથે રૂા. 1,53,500ની ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવેલ હતી. મળેલ માહિતી અનુસાર ભુજના કેમ્પ એરિયામાં રહેતા યાશીન ઇલિયાસ ખલીફાને વોટ્સએપમાં લિંક આવેલ હતી, જેમાં સોલાર કંપનીમાં ઇન્વેસ્ટ કરવાથી કંપનીના નફામાંથી 50 ટકા રૂપિયા તમારા ખાતામાં ડોલરમાં જમા કરાવવામાં આવશે તેવી લાલચ અપાતા અરજદારે અલગ-અલગ ટ્રાન્ઝેકશન કરી કુલ રૂા. 1,53,500 મોકલાવેલ ત્યાર બાદ કોઇ વળતર ન મળતાં અરજદાર શખ્સે સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરી તમામ વિગત જવી હતી. ત્યાર બાદ સેલે તેને મદદરૂપ બન અરજદારની રકમ ફ્રીઝ કરાવી ખાતામાં પરત કરવેલ હતી.