મુંદ્રા નજીક પ્રાગપર ચોકડી પાસેના યાર્ડમાં કન્ટેનરોમાં આગ ભભૂઈ ઉઠતાં બે કન્ટેનરનો માલ બળીને ખાખ

copy image

મુંદરા ખાતે આવેલ પ્રાગપર ચોકડી ખાતે દેવાંશી શાપિંગ યાર્ડમાં કન્ટેનરોમાં આગ ભભૂઈ ઉઠતાં બે કન્ટેનરનો માલ બળીને ખાખ થઈ ગયેલ હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત રવિવારના રાતના દસેક વાગ્યાના અરસામાં કન્ટેનરોમાં આગ ફાટી નીકળી હતી. જેમાં બે કન્ટેનરનો માલ નાશ પામ્યો છે. મળેલ માહિતી મુજબ બનાવની જાણ થતાં જ તાત્કાલિક અગ્નિશમન દાળ દ્વારા અને હાઈડ્રોજન પેરોક્સાઈડના પ્લાસ્ટિક ડ્રમ ભરેલા આ કન્ટેનરોમાં લાગેલી આગ બુઝાવવા અદાણી પોર્ટ અને જિંદાલ કંપનીનાં વાહન તુરત જ કામે લાગી ગયા હતા. જો કે એક કલાક વાદ આગ કાબૂમાં આવી હતી. આ દરમિયાન બે કન્ટેનરનો અંદરનો સામાન બિલકુલ નાશ પામ્યો હતો.