ગાંધીધામમાંથી રૂા. 29 હજારના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો : એક ફરાર
copy image

ગાંધીધામમાં આવેલ જૂની સુંદરપુરી ધોબીઘાટ વિસ્તારમાં એક મકાનમાંથી રૂા. 29 હજારના દારૂ સાથે શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો, તેમજ ભાગીદાર હાથમાં આવ્યો ન હતો. આ મામલે મળેલ માહિતી અનુસાર આ કાર્યવાહી દરમ્યાન ગાંધીધામના જૂની સુંદરપુરી- ધોબીઘાટ-અંબેમા ચોક વિસ્તારમાં રહેતા મેહુલ ભીખા પરમાર નામના શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી અલગ અલગ બ્રાન્ડની 79 બોટલ તેમજ 13 કવાર્ટરિયા એમ કુલ રૂા. 29,550નો શરાબ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.