અબડાસા ખાતે આવેલ નલિયામાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા અજાણ્યા શખ્સે 58 હજાર પડાવી લીધા
copy image
અબડાસા ખાતે આવેલ નલિયાની મેઇન બજારમાં હોલસેલની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ એક અજાણ્યા ઈશમે ભાવતાલ પૂછી 58 હજાર રૂપિયા સેરવી લીધા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અબડાસા ખાતે આવેલ નલિયાની મેઇન બજારમાં આવેલ ગાયત્રી પ્લાસ્ટિક હોલસેલની દુકાનમાં સવારે 10થી 11 વાગ્યાના અરસામાં ગ્રાહક બનીને ચાલીસેક વર્ષનો શખ્સ આવેલ હતો અને વસ્તુઓના ભાવ પૂછી તે વશીકરણ કરી બેગમાં પડેલા રોકડા રૂા. 58 હજાર લઈ પલાયન થઈ ગયેલ હતો. બનાવની જાણ થતાં સીસીટીવી તપાસ્યા બાદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.