ઈન્નરવ્હીલ ક્લબ સંસ્થા દ્વારા અંજારમાં બી.આર.સી. ભવનમાં 6 જરૂરિયાતમંદ બાળકોને વ્હીલચેરનું વિતરણ કરાયું
ઈન્નરવ્હીલ ક્લબ સંસ્થા દ્વારા અંજારમાં બી.આર.સી. ભવનમાં 6 જરૂરિયાતમંદ બાળકોને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવેલ હતું. આ અંગે મળેલ માહીતી અનુસાર મહિલાઓ, બાળકો તથા વડીલો માટે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ઈન્નરવ્હીલ ક્લબ દ્વારા દિવ્યાંગ બાળકોને તેમનાં રાજિંદા જીવનકાર્ય તેમજ શાળામાં ઉપયોગી થઇ શકે તે આશયથી બી.આર.સી. ભવન અંજાર મધ્યે 6 દિવ્યાંગ બાળકને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સભ્યોને પુસ્તક આપી અભિવાદન તેમજ સંસ્થાના કાર્યને બિરદાવાયું હતું.