રાપરમાં 39 તલાટી ફાળવવામાં આવ્યા : 30 જગ્યાઓ હજુ પણ ખાલી

 હાલમાં રાજય સરકાર દ્વારા પંચાયત સેવાના 3014 તલાટી કમ મંત્રીનાં નિમણૂંકપત્રો આપવામાં આવેલ હતા તેમાંથી રાપર તાલુકાને 39 તલાટી કમ મંત્રી ફાળવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ નવા તલાટી-મંત્રી મળતાં રાપરના અંતરિયાળ ગામોને અને ખાસ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકસે તેમજ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવામાં નડતા અવરોધોને દૂર કરી શકાસે. મળેલ માહિતી મુજબ 39 તાલાટીમાથી 30 તલાટીએ કાર્યભાર સંભાળી લીધો છે જયારે  બાકીના 9 તલાટી આગામી સમયમાં કાર્યભાર સંભાળશે. ઉપરાંત આટલા તલાટીઓ ફાળવાયા બાદ પણ તાલુકાને ત્રીસેક જેટલા તલાટીની ઘટ છે તેવું જાણવા મળેલ છે. આ બાબતે બાકીની ખાલી જગ્યાઓ  પર પણ નિમણૂક કરવામાં આવે તે સમયની  માંગ છે.