પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્વારા દિવાળીના તહેવારો લગત તકેદારી રાખવા આમ જનતાને અપીલ”
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ જીલ્લામાં દિવાળીના તહેવારો લગત મિલ્કત સંબંધી ચોરીના બનાવો અટકે તેમજ સીટી વિસ્તારમાં વેપારીઓને રૂબરૂ મળી તેઓની રજુઆત સાભળવા તેમજ દિવાળીના તહેવારો લગત જરૂરી સુચનાઓ આપવા માટે તેમજ તકેદારીના પગલાં લેવા અને લોક જાગૃતિ લાવવા માટે સુચના આપેલ.
જે સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા સાહેબના મર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખા, ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન, માધાપર પોલીસ સ્ટેશન જીલ્લા ટ્રાફીક શાખા, સીટી ટ્રાફીક શાખા તથા મહીલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આઝાદ ચોક- ભીડનાકા, સરપટ નાકા, અનમરીંગ રોડ, છઠ્ઠીબારી રીંગ રોડ, ડાંડા બજાર – જુની શાક માર્કેટ, વાણિયાવાડ-શરાફ બજાર, જુના બસસ્ટેડ રોડ, ખેંગાર બાગ રોડ- હમીરસર તળાવ જ્યુબેલી સકલ- મુંદરા રોડ, લાલન કોલેજ- કોમર્સ કોલેજ રોડ, એરપોર્ટ રીંગ રોડ, હોસ્પીટલ રોડ, લાલટેકરી જેવા ભીડભાડ વાળા સીટી વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવેલ તેમજ રૂબરૂ વેપારીઓને મળી તેઓની રજુઆત સાભળવામાં આવેલ તેમજ દિવાળીના તહેવારો લગત જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
દિવાળીના તહેવારો લગત જાહેર જનતાને નીચે મુજબની તકેદારી રાખવા અપીલ
- દિવાળીના તહેવાર અનુસંધાને જ્યારે બજાર કે ભીડભાડ વાળા રસ્તે પસાર થાવ ત્યારે પહેરેલ સોના/ચાંદી ના દાગીના તેમજ પર્સ કે મોબાઇલ ફોનનું ખાસ ધ્યાન રાખવું.
- દિવાળીના તહેવાર અનુસંધાને આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી માટે શહેરમાં આવતા તમારા મોટર સાયકલને વ્યવસ્થીત સી.સી.ટી.વી. કેમેરાની નજર હેઠળ પાર્ક કરવા અને ખાસ હેન્ડલ લોક રાખવા.
- પાર્કિંગ રાખેલ ગાડીમાં રોકડ રકમ કે કિંમતી સામાન રાખવો નહીં.
- જ્યારે તમે રોડ પરથી પસાર થઈ રહ્યા હોય ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ તમારી કાર/મોટર સાયકલ ઊભી રાખવા ઇશારો કરે અથવા તમારું ધ્યાન ભટકાવવા કોશિશ કરે તો ખાસ એલર્ટ રહેવું.
- બેન્ક, જવેલરી શોપ કે આંગડિયા પેઢીમાં જતી અને પાછા ફરતી વખતે ખાસ ધ્યાન રાખો. કોઈ તમારો પીછો
કરતું હોય એવું લાગે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો.
- દિવાળીના તહેવાર દરમ્યાન નાણાની મોટી ફેરફેર કરવાની હોય તો ટુ-વ્હિલર નહીં પણ ફોર વ્હિલરનો ઉપયોગ કરવાનું રાખો તેમજ પોલીસનો સંપર્ક કરી મદદ લો.
- કોઈપણ રિક્ષા, બસ, ટ્રેન કે ખાનગી પેસેંજર વાહનમાં મુસાફરી કરતી વખતે ખાસ એલર્ટ રહો અને તમારા કિંમતી સમાનનું ધ્યાન રાખો. ખાનગી પેસેજર વાહનનો ઉપયોગ કરતા સમયે તે વાહનના રજીસ્ટ્રેશન નંબર નોંધી લેવાની કાળજી રાખો.
- દિવાળી દરમ્યાન વેકેશન પર જઈ રહ્યા હોય ત્યારે કિંમતી સામાન કે રોકડ રકમ બેન્કમાં મુકી દો.
તાત્કાલિક સંપર્ક માટે : પોલીસ કટ્રોલ રૂમ ભુજ – ૦૨૮૩૨ ૨૫૦૯૬૦ મહિલા હેલ્પ લાઇન નંબર – ૧૮૧