પ્રોહીબીશનના ગુનામાં પકડાયેલ ઇસમોની ગેરકાયદેસર અસમાજિક પ્રવુત્તિ અટકાવવા પાસા હેઠળ ધકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા, ભુજ વિભાગનાઓએ જિલ્લામાં જાહેર જનતામાં પોતાની ગેરકાયદેસર અસામાજીક પ્રવૃતિ ફેલાવતા ઇસમો વિરૂધ્ધ કડકમાં કડક અટકાયતી પગલાં લેવા માટે સુચના આપેલ હોય.
જે સુચના અન્વયે લોકલ ક્રાઈમ બ્રાન્ચ., પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એન. ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી ટી.બી.રબારી સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લામાં જાહેર જનતામાં અસમાજિક પ્રવુત્તિ ફેલાવતા ઇસમો જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો વેચાણ કરતાં ઇસમો (૧) ઇબ્રાહીમ હાસમભાઇ કેવર ઉ.વ.૨૯ રહે-ન્યુ લોટસ કોલોની, ભુજ-કચ્છ (૨) સંદિપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા ઉવ.૨૮ રહે.હિંગવાળા બંગલાની બાજુમાં નાની ખેડોઇ તા. અંજાર (૩) અશ્વિનસિંહ સ/ઓ જયેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.૨૫ રહે-નાની ખેડોઇ તા.અંજાર-કચ્છ (૪) દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ઉવ.૨૧ રહે.માનસરોવર સોસાયટી, મહાકાલેશ્વર મંદિરની બાજુમાં અંજાર-કચ્છ વાળાઓ વિરૂધ્ધમાં ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો રાખી વેચાણ કરવાના ગુનાઓ દાખલ થયેલ હોય. જેથી આ ઈસમોની ગેરકાયદેસર પ્રવૃતીથી લોકોના જાહેર જીવન પર ખુબ જ ગંભીર અસર પડતી હોય જેથી આ ઇસમોની અસામાજીક પ્રવૃતી અટકાવવી ખૂબ જ જરૂરી હોય જેથી આ ઇસમો વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પાસા હેઠળ ધકેલવામાં આવેલ છે.
જેથી ઉપરોક્ત ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી કચ્છ-ભુજનાઓને મોકલી આપેલ અને જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી કચ્છ-ભુજનાઓ તરફથી આ સામાવાળાઓ વિરુધ્ધ પાસા દરખાસ્તો ગ્રાહ્ય રાખી આ સામાવાળાઓને પાસા હેઠળ અટકાયત કરવાનો વોરંટ ઇસ્યુ કરેલ.
જે વોરંટ આધારે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એન. ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી ટી.બી.રબારી સાહેબન તથા એ.એસ.આઈ. જયદીપસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ઝાલા, બલભદ્રસિંહ રાણા, વાલાભાઇ ગોયલ, મયુરસિંહ જાડેજા, સુરજભઈ વેગડા, પ્રધ્યુમનસિંહ ગોહિલ, નવીનભાઈ જોષી, મહિપાલસિંહ પુરોહિત, રાજેન્દ્રસિંહ રાઠોડ, શક્તિદાન ગઢવી તથા ડ્રા.ભાવેશભાઇ ખટાણા તથા મહિલા પો.કોન્સ. દયાબેન રાઠોડ, રાજલબેન મેતાનાઓ દ્વારા આ સામાવાળાની તપાસ કરતાં મળી આવતા વોરંટની બજવણી કરી આ સામાવાળાઓને (૧) ઇબ્રાહીમ હાસમભાઇ કેવર ઉ.વ.૨૯ રહે-ન્યુ લોટસ કોલોની, ભુજ-કચ્છ વાળાને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત (૨) સંદિપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા ઉવ.૨૮ રહે,હિંગવાળા બંગલાની બાજુમાં નાની ખેડોઇ તા.અંજાર વાળાને જીલ્લા જેલ ભાવનગર (3) અશ્વિનસિંહ સ/ઓ જયેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.૨૫ રહે-નાની ખેડોઇ તા.અંજાર-કચ્છ વાળાને મધ્યસ્થ જેલ, અમદાવાદ (૪) દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ઉવ.૨૧ રહે.માનસરોવર સોસાયટી, મહાકાલેશ્વર મંદિરની બાજુમાં અંજાર-કચ્છ વાળાને મધ્યસ્થ જેલ, રાજકોટ ખાતે મોકલવામાં આવેલ છે.