ભચાઉ ખાતે આવેલ વોંધ પાસે ગાડીમાંથી 54 હજારના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
copy image

ભચાઉ ખાતે આવેલ વોંધ ગામ પાસેથી છોટાહાથી ગાડીમાંથી રૂા. 54,600ના દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ગત દિવસે સાંજના અરસામાં આ કાર્યવાહી હાથ ધારવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રહે બાતમી મળેલ હતી કે, સામજી ઉર્ફે પ્રતાપ ખીમાભાઇ કોળી તેમજ રામ રઘુભાઈ કોળી નામના બે શખ્સો છોટાહાથી ગાડીમાં દારૂ ભરીને જઈ રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ રામ કોળી નામનો શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે દારૂ અને વાહન સહિત કુલ રૂા. 2,04,600ના મુદ્દામાલ હસ્તગત કરી એક શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.