ગઢશીશાની સગીરાનું નખત્રાણામાંથી અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ  

copy image

copy image

નખત્રાણામાંથી  ગઢશીશાની સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. મળેલ માહિતી અનુસાર ગઢશીશામાં રહેતા શ્રમજીવીની સગીર વયની દીકરીનું નખત્રાણામાંથી  અપહરણ થતાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સગીરાના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર નખત્રાણામાંથી ગત તા. 07/11ના સવારના અરસામાં તેમની સગીર વયની દીકરીનું કોઈ અજાણ્યો ઈસમ તેમના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયેલ છે. નખત્રાણા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.