રાજકોટના શખ્સનો ગુમ થયેલ મોબાઇલ એલસીબીએ પરત આપાવી સરાહનીય કામગીરી બજાવી

 રાજકોટના શખ્સનો ગુમ થયેલ મોબાઇલ એલસીબીએ પરત આપાવી સરાહનીય કામગીરી બજાવી છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મે મહિનામાં રાજકોટથી હાજીપીરની દરગાહે દર્શન કરવા આવેલ શખ્સનો ગુમ થયેલો મોબાઇલ એલસીબીએ શોધી પરત આપાવ્યો હતો. 29/5ના રાજકોટના અબ્દુલકાદર મહંમદમિયા બુખારી હાજીપીરની દરગાહથી દર્શન કરી પરત આવી રહ્યો હતો તે દરમ્યાન મિરજાપર ચોકડી પાસે ચા-પાણી પીવા ઊભા રહેતા તેમનો સેમસંગનો મોબાઇલ અંધારામાં ગુમ થઈ ગયેલ હતો. જે મામલે ભુજ એ-ડિવિઝનમાં ગુમનોંધ કરાવ્યા બાદ તેમને જાણવા મળેલ હતું કે, તેમનો મોબાઇલ કોઇ અજાણ્યા શખ્સને મળ્યો છે અને તેમાં ઇન્સ્ટાગ્રામની આઇ.ડી. બનાવેલ છે, જેથી આ મોબાઇલનો દુરુપયોગ ન થાય તે માટે સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)નો સંપર્ક કરી અરજી આપતા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના આધારે મોબાઇલ શોધી પરત અપાવામાં આવેલ હતો.