માંડવી નગરપાલિકામાં રિશવત લેતા ઝડપાયેલા હેડકલાર્ક અને પટાવાળાના રવિવાર સુધી રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા
copy image

માંડવી નગરપાલિકામાં રિશવત લેતા ઝડપાયેલા હેડકલાર્ક અને પટાવાળાના રવિવાર સુધી રિમાન્ડ મંજૂર થયેલ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામ એસીબીએ અરજીના આધારે લાંચનું ગોઠવેલું છટકું સફળ રહ્યું હતું, જેમાં કોન્ટ્રાકટરના 90 લાખનાં કામ પૈકીના નીકળતા બિલના ચેક બદલ રૂા. 2.25 લાખની લાંચની માંગણી હેડકલાર્ક કાનજી મહેશ્વરીએ કરી હતી, જેમાં કાનજીના કહેવાથી લાંચ કરારી પટાવાળા વ્રજેશ મહેશ્વરીએ સ્વીકારતાં એસીબીએ લાંચના છટકામાં બન્નેની ધરપકડ કરી રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા, જેમાં આ મોટી રકમની લાંચ હોવાથી અન્યો પણ સંડોવાયેલા હોવાની શક્યતા ચકાસવા રિમાન્ડની માંગ કરાતાં તા. 12/11ના 11 વાગ્યા સુધીના બન્નેના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા.