સરહદી ગામડાંઓના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાં 83 કૅમેરા લગાડવામાં આવ્યા
A hand drawn vector doodle illustration of a CCTV camera.

વાગડ પંથકમાં સરહદને અડીને આવેલા ગામડાંઓના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાં 83 જેટલા કેમેરા લગાવવામાં આવેલ હતા. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ કાર્યક્રમ અંતર્ગત સરહદને અડીને આવેલા બાલાસરમાં 25, જાટાવાડામાં 10, દેશલપરમાં 13, ડાવરીમાં 10, માનાણીવાંઢમાં 2, રાસાજી ગઢડામાં 3, શિરાનીવાંઢમાં 6, કાનાણીવાંઢમાં 2, મૌવાણામાં 1, શિવગઢમાં 1, વ્રજવાણી મંદિરમાં 3 તથા નાગપુરમાં 2 અને લોદ્રાણીમાં 5 એમ કુલ 83 જેટલા સીસીટીવી કેમેરા અત્યાર સુધીમાં લગાવવામાં આવેલ છે.