અંજાર નજીક ટ્રેઇલરમાં પાછળથી આવતું ટ્રેઇલર ધડાકાભેર ભટકાતાં સર્જાયેલ ગોઝારા અકસ્માતે એક યુવાનનો જીવ લીધો

copy image

 અંજારમાં આવેલ મકલેશ્વર મહાદેવ મંદિર પાસે ટ્રેઇલરમાં પાછળથી આવતું ટ્રેઇલર ધડાકાભેર ભટકાતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં પાછળના આ ટ્રેઇલરચાલક નું મોત થયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર અંજારમાં આવેલ મકલેશ્વર મહાદેવ મંદિર પાસે આગળ જતાં ટ્રેઇલરમાં પાછળથી આવતું ટ્રેઇલર ધડાકાભેર ભટકાતાં પાછળના આ ટ્રેઇલરચાલક સંજયકુમાર ઉર્ફે સંજીતકુમાર મછુરામ નામના યુવાનનું મોત નીપજયું હતું. ગાંધીધામની અલગ્યાસી એક્સપોર્ટ પ્રા. લિમિટેડ નામની ટ્રાન્સપોર્ટ પેઢીમાં કામ કરનાર સંજયકુમાર સાથે ગત તા. 1/11નાં આ બનાવ બન્યો હતો. આ યુવાન ટ્રેઇલર લઇને જઇ રહ્યો હતો. તે દરમ્યાન તીવ્ર ગતિએ જતું આ ટ્રેઇલર આગળ જતાં ટ્રેઇલર નંબર જી.જે.-12-એ.ઝેડ-8828માં પાછળથી ભટકાતાં સંજયકુમાર કેબિનમાં દબાઇ ગયેલ હતો જેમાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, તેમજ આગળ જતાં ટ્રેઇલરના ચાલકને પણ ઇજાઓ થતાં તેને પણ સારવાર અર્થે લઇ જવામાં આવેલ હતો. આ મામલે પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.