ફતેહગઢ નજીક પલટી ગયા બાદ કાર સળગી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં
copy image

ફતેહગઢ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં પલટી મારી ગયા બાદ કાર સળગી ઉઠી હતી, સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ મૌવાણામાં રહેનાર ધ્રુવરાજસિંહ મનહરસિંહ વાઘેલા અને ધર્મેન્દ્રસિંહ મોહનસિંહ વાઘેલા પોતાના મિત્રની કાર લઇને ગાંધીધામ તરફ સર્વિસ કરાવવા ગયેલ હતા. ત્યાંથી પરત થતાં સમયે ફતેહગઢથી મૌવાણા બાજુ જતા હતા, તે સમયે રસ્તામાં પથ્થર આવતાં તેને બચાવવા જતાં કાર પલટી મારી ગઈ હતી. જેમાં આ બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. કારમાં સવાર બંને યુવાનો બહાર નીકળ્યા હતા તેવામાં કારમાં આગ ભભૂકી ઉઠી હતી. ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર અર્થે લઇ જવામાં આવેલ હતા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.