10 હજારના દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડતી આડેસર પોલીસ

copy image

આડેસર પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમ્યાન તેમને ખાનગી રહે બાતમી મળેલ હતી કે, આડેસર ગામના ક્રિષ્ણા કોપલેક્સમાં આવેલ જય માતાજી ચૂલાસેન્ટરની દુકાનમાં ચેતન દીલીપભાઈ મકવાણા તથા અરવિંદ કાનજીભાઇ મકવાણા નામના શખ્સોએ ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રાખેલ છે અને તેનું વેચાણ કરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જાગ્યાએ દરોડો પાડી આરોપી શખ્સોને કુલ વેચાણ અર્થે રાખેલ કુલ 10,600ના  દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ હસ્તગત કરી પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.