ગાંધીધામમાથી એક્ટિવાની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

વર્ષામેડીમાં રહેનાર મહિલાની એક્ટિવાની ચોરી થતાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. મળેલ માહિતી મુજબ આ મામલે વર્ષામેડીમાં રહેતા અને ત્યાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરનાર ક્રિષ્નાબેન ઘનશ્યામભાઈ હિરપરા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તારીખ 07/11ના ફરીયાદી પોતાના ઘરે હાજર હતા તે દરમ્યાન ફરિયાદીના નાના ભાઈ તેમની એક્ટિવા લઈ તેની નોકરી પર ગાંધીધામ રેલ્વે સ્ટેશન ખાતે આવેલ હતો. ફરિયાદીના ભાઈએ તે એક્ટિવા તેની ઓફિસ પાસે રાખેલ હતી. જે ત્યાં હાજર ન મળતા તેને આસપાસ તપાસ કરતાં તે એક્ટિવા ક્યાય જોવા મળી ન હતી. જે બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.