ભચાઉ ગાંધીધામ હાઇવે પર સર્જાયેલ અકસ્માતમાં એક શખ્સનું ઘટના સ્થળે જ મોત
copy image

ભચાઉ ગાંધીધામ હાઇવે પર ગત દિવસે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્યાની બજરંગ હોટેલ ના ચોકીદારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જે મામલે અકસ્માત સર્જનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે બજરંગ હોટેલના માલિક રાણારામ સાવલારામ પ્રજાપતિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત દિવસે સવારના અરસામાં ફરિયાદી તેમની બીજી હોટેલ ગુરુકૃપા ખાતે હાજર હતા તે દરમ્યાન બજરંગ હોટેલના મેનેજરે તેમને ફોન કરીને જણાવેલ કે, તેમની હોટેલ બજરંગના ચોકીદારનું અક્સીડેન્ટ થયેલ છે. આ અંગે જાણ થતાં ફરિયાદીએ ઘટના સ્થળે આવીને તપાસ કરતાં તેમને ચોકીદાર ઇજાગ્રસ્ત હાલતમાં મૃત જોવા મળ્યો હતો. આ બનાવ અંગે ફરિયાદીએ હોટેલના મેનેજરને પૂછતા તેમને જણાવેલ કે, સવારના 6 વાગ્યાના અરસામાં ચોકીદાર ટ્રેલરને પાર્કિંગમાં લાગાડવા માટે પાછળના ભાગે સાઈડ આપી રહ્યો હતો અને તેના પાછળ એક ટેન્કર ઊભેલ હતું. તે સમયે અચાનક ચોકીદારની બૂમ સાંભડતા તુરંત જોતાં, જાણવા મળેલ કે, ટ્રેલરનો ચાલક તેનું ટ્રેલર રિવર્સમાં લેતો હતો તે સમયે આ ચોકીદાર ટ્રેલર અને પાછળ ઉભેલ ટેન્કર વચ્ચે દબાઈ ગયેલ હતો. સર્જાયેલ અકસ્માતમાં ચોકીદારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રેલરના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.