કંઢેરાઈમાંથી  5 હજારના દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડતી પદ્ધર પોલીસ

copy image

 ભુજ ખાતે આવેલ કંઢેરાઈ ગામમાંથી 5 હજારના દારૂ સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે મળેલ માહિતી અનુસાર પદ્ધર પોલીસે ભૂજ તાલુકાનાં કંઢેરાઇ ગામમાં દારૂનો ગેરકાયદે વેપાર કરતા બે શખ્સને ઝડપી પાડી તેમની પાસેથી શરાબની 17 બોટલ કિં. રૂા. 5,950 તથા બાઈક અને બે મોબાઈલ મળી કુલ રૂા. 25,950નો મુદ્દામાલ હસ્તગત કરેલ હતો. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પદ્ધર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કંઢેરાઈ ગામના કાનજી નારાણજી ખુંગલા અને મહેશ મહાદેવા ખુંગલા નામના શખ્સો ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી પદ્ધર ગામમાં રહેતા આરોપી કાનજી નારાણજી ખુંગલા અને મહેશ મહાદેવા ખુંગલાને કંઢેરાઈના વથાણ ચોકમાં દારૂની 17 બોટલ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.