અંજારમાં પૈસા ન આપવામાં ન આવતા ફઇ  પર બે ભત્રીજાઓએ ધોકા વડે હુમલો કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

 અંજાર શહેરમાં આવેલ શેખટીંબા વિસ્તારમાં પૈસાની માંગણી કરતાં પૈસા ન આપવામાં આવતા બે ભત્રીજાઓએ પોતાની ફઇ  પર ધોકા વડે હુમલો કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મળેલ માહિતી અનુસાર આ મામલે  અંજારમાં આવેલ શેખટીંબા ધાનાણી ફળિયામાં રહેતા શકીનાબેન શેરમામદ સૈયદ નામના વૃદ્ધા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ગત તા. 4/11ના પોતાના ઘરે હાજર હતા તે દરમ્યાન તેમના ભત્રીજા બંને ત્યાં આવ્યા હતા. આ બંનેએ ફઇ પાસે પૈસાની માંગણી કરી હતી. ફરિયાદીએ અત્યારે પૈસા ન હોવાનું જણાવતા આ બંને શખ્સો ઉશ્કેરાઇ જઈ ધોકો ઉપાડી આ વૃદ્ધા પર હુમલો કર્યો હતો. ફરિયાદીએ રાડારાડ કરતા તેમના બહેન ખેરુનબેન વચ્ચે છોડાવવા જતાં આ શખ્સોએ તેમને પણ માર માર્યો હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધાને પ્રથમ અંજાર બાદમાં ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવેલ હતા. પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ આરંભી છે.