આદિપુરમાં પંચમુખી હનુમાન મંદિર પાછળ આવેલ બાવળની ઝાડીઓમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા દોડધામ મચી

copy image

આદિપુરમાં આવેલ પંચમુખી હનુમાન મંદિર પાછળ આવેલ ઝાડીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર પ્રસરી હતી. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર આદિપુરમાં આવેલ પંચમુખી હનુમાન મંદિર પાછળ આવેલ ઝાડીમાંથી એક દાટેલી લાશ મળી આવેલ છે. આ લાશ કોની છે પોલીસે તે બાબતે આગળની વધુ તપાસ હાથ ધરી છે. આદિપુરમાં આવેલ પંચમુખી હનુમાન મંદિર પાછળ બાવળની ઝાડીમાંથી ગત રાત્રે એક લાશ દાટેલી હાલતમાં મળી આવેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ હતું. આ મામલે જાણ થતાં પોલીસ ત્યાં વિવિધ સામગ્રી સાથે દોડી ગઈ હતી અને લાશને બહાર કાઢવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ લાશ કોની છે તે હજુ સામે આવ્યું નથી, જે અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે.