ભચાઉ ખાતે આવેલ સામખિયાળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હદમાં પોતાનો કબ્જો જમાવનાર શખ્સ સામે લેન્ડ ગેબ્રિંગ હેઠળ ફરીયાદ નોંધાઈ
copy image
ભચાઉ ખાતે આવેલ સામખિયાળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પરીસરમાં ગેરકાયદેસર રીતે દબાણ કરનારા શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબ્રિંગ તળે ગુનો દર્જ કરાવામાં આવેલ હતો. આ મામલે ભુજના એડિશનલ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર રવીન્દ્ર રામદાસ ફુલમાલી દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપી રાજેશભાઈ હરઘોરજી મણકાએ પોતાના આર્થિક ઉપાર્જન હેતુથી સામખિયાળી પી.એચ.સી.ની કપાઉન્ડ વોલ તોડી બે પી.એમ. રૂમ તથા પાણીના બે ટાંકા, બે દરવાજા અને આજુબાજુની દીવાલ, બગીચો તોડીને 38 મીટર લંબાઈ અને 15 મીટર પહોળાઈવાળી મિલકતમાં આગળના ભાગે ચાર દુકાનનું બાંધકામ કરી ઉપરાંત પાછળના ભાગે ફાઉન્ડેશન બનાવી કબ્જો કરી લીધો હતો. આ કેસમાં ગેરકાયદેસર રીતે સરકારી ઈમારતમાં કબ્જો કરનાર શખ્સ સામે પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમો અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.