અદાલતના આદેશનું પાલન ન કરનાર રેહાના શખ્સને સજા ફટકારવામાં આવી
copy image

અદાલતના આદેશનું પાલન ન કરનાર રેહાના શખ્સને સજા ફટકારવામાં આવી. અદાલતના આદેશ બાદ પણ ભરણ-પોષણ ન ચૂકવનાર રેહાના શખ્સને કોર્ટે 285 દિવસની જેલની સજા ફટકારી છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ભુજ ખાતે આવેલ રેહાના પ્રવીણસિંહ હકૂમતસિંહ સોઢાને ફેમિલી કોર્ટે 285 દિવસની જેલની સજા ફટકારતો આદેશ જાહેર કર્યો હતો.આ કેસમાં અરજદાર વિમળાબેન પ્રવીણસિંહ સોઢાએ પોતે તથા પોતાના સગીર બાળકો વતી પતિ પ્રવીણસિંહ સામે ચડત ભરણપોષણની રકમ રૂા. 96000 મેળવવા કોર્ટમાં અરજી કરતાં અદાલતે કસૂરવાર ઠેરવી કુલ 285 દિવસની જેલની સજા ફટકારી હતી.