ભૂલી પડેલી બે બાળકીઓને પરિવાર પાસે સુરક્ષિત પહોંચાડતી ભૂજ ૧૮૧ અભયમ મહિલા હેલપલાઇન ટીમ

ગઇ તારીખ ૧૪-૧૧-૨૦૨૩ ના રોજ ભૂજ સીટી વિસ્તારમાંથી એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે ભુજીયા ડુંગર પાસે ૪-૫ વર્ષ ની બે અજાણી બાળકીઓ રસ્તા પર જતી હતી તેમનું કાર સાથે અકસ્માત થતાં થતાં રહી ગયું હાલ બાળકીઓ સુરક્ષિત છે પરંતુ છેલ્લા એક કલાક થી બાળકીઓ ક્યાં જવું છે પૂછયું છતા કશું કહેતી નથી અને ખુબજ ગભરાઈ ગયેલ છે તેથી ૧૮૧ ની મદદ ની જરૂર છેજેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર પટેલ ખુશ્બુ તથા મહિલા પોલીસ કોનસ્ટેબલ અંજલીબેન સુથાર ઘટના સ્થળે અજાણી બાળકીઓની મદદ માટે પહોંચેલ.આજુબાજુના લોકોએ બાળકીઓને એક સુરક્ષિત જગ્યાએ બેસાડેલ હતી.ત્યાં ના આજુબાજુના લોકો બાળકીઓ ને ઓળખતા ન હતા. બનાવના સ્થળે માણસોનું ટોળું વળી ગયું હોય જેથી રસ્તા પર થી આવતા જતા લોકો ત્યાં આવતા હતા. એ લોકો માંથી એક વ્યક્તિ બાળકીઓ અને તેમના પરિવાર ઓળખતા હતા. તેમણે જણાવેલ કે બાળકીઓનું પરિવાર અહીં નજીકમાં જ રહે છે. ત્યારબાદ બાળકીઓના પરિવાર ને બનેલ ધટનાની જાણ કરવામાં આવેલ.બાળકીની માતા તરત જ બનાવના સ્થળે રૂબરૂ આવેલ તેમને પૂછ – પરછ કરતાં જણાવેલ કે બે બાળકીઓ માંથી એક તેમની અને બીજી તેમના જેઠાણીની દીકરી છે.બપોર નો સમય હોય જેથી તેઓ આરામ કરતાં હતા. આજ બાળકીઓ કહ્યા વગર તેઓની જાણ બહાર ક્યારે ઘરે થી બહાર નીકળી ગયેલ એ ખબર ની હતી.બનાવના સ્થળે માણસોનું ટોળું જોતા બાળકીઓ ખૂબ જ ડરી ગયેલ હોય જેથી ૧૮૧ ટીમ બાળકીઓને બનાવના સ્થળ પર થી તેમની માતા સાથે ઘરે લઈ ગયા.ત્યારબાદ ગભરાયેલી બાળકીઓનું ધીરપૂર્વક કાઉન્સેલિંગ કરતાં જણવા મળેલ કે તેમની મોટી બહેન તેમની બહેનપણીના ઘરે રમવા માટે ગઈ હતી અને તેમને પણ સાથે જવુ હતું પરંતુ તેમના મોટા બહેન તેમને સાથે લઈ ગયા નો હતા. તેથી તેવો તેમની મોટી બહેનની બહેનપણી ઘરે જવા માટે ઘરેથી એકલાં નીકળી ગયા હતા. પરંતુ તેઓ ને ઘર મળેલ નહીં. અને ઘર શોધતા શોધતા તેમના ઘરે થી દૂર આવી ગયા હોય જેથી ઘરે આવવાનો રસ્તો ભૂલી ગયા હતા.બાળકીઓના અને તેમના માતા – પિતાના આધાર પુરાવા અને ફોટાઓ મેળવી તેમના માતા ને યોગ્ય સલાહસૂચન, માર્ગદર્શન આપી.બાળકીઓ નું ધ્યાન રાખવાનું જણાવી બાળકીઓનો કબજો તેમની માતાઓ ને સોંપેલ ત્યારે બાળકીઓની માતાઓ ભાવુક થઈને ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભુજ ૧૮૧ અભયમ મહિલા હેલપલાઇન ટીમની સુજબુજથી એક શ્રમિક પરીવારની ભૂલી પડેલ બે બાળકીઓનું તેમનાં પરિવાર સાથે સુખ:દ મિલન કરાવેલ