અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં 38 હજારના શરાબ સાથે શખ્સ ઝડપાયો

copy image

 અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં શરાબના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં હતો. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મળેલ બાતમીના આધારે ગત દિવસે બપોરના અરસામાં મેઘપર બોરીચીમાં અરિહંત નગરમાં મકાન નંબર 546માં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપીના કબ્જામાંથી શરાબની કિંમત રૂા. 38,825ની 102 નંગ બોટલો હસ્તગત કરવામાં આવેલ હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.