માંડવી ખાતે આવેલ ગુંદિયાળીમાં 18 હજારના વાયરની તસ્કરી થતાં ચકચાર

copy image

માંડવી ખાતે આવેલ ગુંદિયાળીમાં રૂા. 18 હજારના વાયરની તસ્કરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ માંડવી મરીન પોલીસ મથક વિસ્તારમાં ગુંદિયાળી ગ્રામ પંચાયતના અલગ-અલગ ચાર બોરની મોટરના 118 મીટર વાયરની કોઈ ઈસમ તસ્કરી કરી પલાયન થઈ ગયેલ હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.