“માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ ટેકટરની ટ્રોલી ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ઘરફોડ/વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવ્રુત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને.

આજરોજ એલ.સી.બી, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર ટી.બી.રબારી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દેવજીભાઈ મહેશ્વરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડા, નવીનકુમાર જોષી, મહીપાલસિંહ પુરોહીત તથા ડ્રા. મહેન્દ્રસિંહ જાડેજાનાઓ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ ખાતે હાજર હતા દરમ્યાન એ.એસ.આઈ. દેવજીભાઈ મહેશ્વરીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, માંડવી તાલુકાના બાડા ગામ મધ્યેથી ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી થયેલ અને આ ચોરી કરનાર વિનય વાણીયા રહે. શીણાય તા. ગાંધીધામ વાળો છે. જે હાલે પોતાના કબ્જાની બોલેરો કેમ્પર ગાડીથી મીરઝાપર બસ સ્ટેશન પાસે રોડ પર હાજર છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા વિનય બાબુભાઇ વાણીયા (સોરઠીયા) ઉ.વ. ૨૬ રહે. શીણાય. યાદવનગર, તા.ગાંધીધામ વાળો મળી આવેલ જેથી મજકુર ઇસમને હસ્તગત કરી યુકતિ-પ્રયુકિતથી માંડવી તાલુકાના બાડા ખાતેથી થયેલ ટ્રેક્ટરની ટ્રોલી ચોરી બાબતે પુછપરછ કરતાં મજકુરે જણાવેલ. કે, “ ગઇ તા.૧૩/૧૧/૨૦૨૩ ના રોજ મજકુર ઇસમએ પોતાની કબ્જાની બોલેરો કેમ્પર ગાડીથી બાડા ગામ મધ્યે ચાલતા પુલીયાના કામ પર જઈ ત્યાં પડેલ ટ્રેક્ટરની ટ્રોલીને બોલેરો કેમ્પર ગાડીના પાછળના ભાગે ટોઇંગ કરી શીણાય મધ્યે પોતાના કબ્જાની વાડીએ રાખેલ હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમના કબ્જામાંથીમળી આવેલ મુદ્દામાલ સી.આર.પી.સી.ક.૧૦૨ મુજબ કબ્જે કરેલ તેમજ મજકુર ઇસમને સી.આર.પી.સી. ક.૪૧(૧)(ડી) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

  • કબ્જે કરેલ મુદામાલ
  • ટ્રેક્ટરની ટ્રોલી કી.રૂા. ૫૦,૦૦૦/-
  • ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ વાહન મહીન્દ્રા કંપનીની કેમ્પર ફોર વ્હીલ રજી.નં. જીજે.૧૨.ડી.એમ. ૫૪૧૮ डी.३८.२,००,०००/-
  • પકડાયેલ આરોપી
  • વિનય બાબુભાઇ વાણીયા (સોરઠીયા) ઉ.વ. ૨૬ રહે. શીણાય, યાદવનગર, તા.ગાંધીધામ
  • શોધી કાઢેલ ગુનો
  • માંડવી પોલીસ સ્ટેશન એ. પાર્ટ ગુ.ર.ન. ૪૧૩/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯.