આડેસરમાં બંધ મકાનમાંથી 3.17 લાખની તસ્કરી થતાં ચકચાર

આડેસરમાં બંધ મકાનમાથી સોના તેમજ ચાંદીના દાગીના અને ચાંદીની મૂર્તિઓ સહિત કુલ 3.17 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા 15/11ના રોજ ફરિયાદી તેમના પત્ની સાથે રાજકોટ ગયેલ હતા, ત્યાર બાદ ગત તા 17/11ના પરત આવીને જોતાં ઘરના તાળાં તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતા. આગળ વધુ તપાસ હાથ ધરતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. નોંધાવેલ ફરિયાદ મુજબ તસ્કરો બંધ ઘરના તાળાં તોડી ઘરમાથી સોના-ચાંદીના દાગીના તેમજ ચાંદીની મૂર્તિઓ અને સિક્કા સહિત કુલ 3,17,005ની ચોરી કરી પલાયન થઈ ગયેલ હતા. પોલીસે  આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.