નાની ચીરઈમાથી મોટર સાઇકલની તસ્કરી થતાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

નાની ચીરઈ ગામમામાથી મોટર સાઇકલ ની તસ્કરી થતાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે ભચાઉ તાલુકાનાં નાની ચીરઈ ગામમાં રહેતા અરવિંદભાઈ દાનાભાઇ બઢીયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ગત તા 9/11 ના પોતાની બાઇક પોતાના રૂમ પાસે પાર્ક કરી નાઈટ ડ્યૂટી પર કંપનીની બસમાં ગયેલ હતા. ત્યાથી પરત આવીને જોતાં તેમની બાઇક હાજર મળી ન હતી. આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતા પણ બાઇકની કોઈ ખબર ન મળતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.