નવાગામમાંથી 4 હજારના દારૂ સાથે મહિલાને ઝડપી પાડતી ભચાઉ પોલીસ
ભચાઉ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, નવાગામમાં રહેતા નયનાબેન વા/ઓફ નેણશીભાઈ ડેડીયાએ પોતાના કબ્જાના મકાનમાં વેચાણ અર્થે દારૂ રાખેલ છે. મળેલ બાતમીના આધારે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી વેચાણ અર્થે રાખેલ કિ. 4820ની ભારતીય બનાવટની વીદેશી દારૂની બોટલો નંગ 04 સાથે આરોપી મહિલાની અટક કરી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.