29 હજારના મુદ્દામાલ સાથે 8 જુગારપ્રેમીઓને ઝડપી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ

copy image

ગાંધીધામ બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમની ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, સતરા હજાર પાસે આવેલ શાક માર્કેટની પાછળ આવેલ બાવળની ઝાડીઓમાં અમુક ઈશમો ગંજીપાનાં વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી ગંજી પાનાં વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા 8 શખ્સોને કુલ 29,050ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ જુગારપ્રેમીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.