આદિપુરમાં વૃદ્ધની મરણમૂડી સમાન પ્લોટ પર ગેરકાયદેસર કબ્જો કરનાર ઈશમો વિરુદ્ધ લેન્ડગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધાઈ

copy image

આદિપુરમાં વોર્ડ1એના પ્લોટ નં. 135 પર કોરોના કાળથી કબ્જો જમાવી લેનાર ઈશમો વિરુદ્ધ આદિપુર પોલીસ મથકે લેન્ડગ્રેબીંગ અંતર્ગત ફરિયાદ નોંધાવામાં આવેલ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ મામલે 58 વર્ષીય વૃદ્ધાએ પોતાની મરણમુડી સમાન પ્લોટ પર કોરોનાના સમયગાળાથી કોઇ શખ્સોએ દબાણ કર્યા હોવાનું સામે આવતા આરોપી સામે લેન્ડગ્રેબીંગની કડક કલમો તળે ગુનો નોંધાયો છે. નિવૃત જીવન ગાળતા ફરિયાદી એવા ગંગાબેન નાવાણી દ્વારા આ મામલે જાણવા મળેલ કે તેઓ તેમના પુત્ર સાથે રહે છે, તેમના પતિ 2009માં અવસાન પામ્યા હતા, આદિપુરના વોર્ડ 1એના પ્લોટ નં. 135 તેમની માલીકીનો છે, જે તેમના પતિ આત્મારામ જયકિશન નાવાણીએ 2007માં ખરીદેલ હતો, જેનો એસઆરસીનો પત્ર પણ રજુ કરવામાં આવેલ છે. તેમના પતીનું અવસાન થતા એસઆરસીએ 2010માં ફરિયાદીના નામ પર પ્લોટ ટ્રાન્સફર કરાયો હતો. દરમ્યાન કોવીડ કાળના 2019માં તેમના ધ્યાને આવ્યું કે આ પ્લોટ પર કોઇ રામજી ગઢવી અને તેના બે ભાઈએ સંયુક્ત કબ્જો કરેલ છે અને ભેગા મળીને ગેરકાયદેસર કબ્જો કરી બ્લોકની ફેક્ટરી ચલાવી રહ્યા છે, ફરિયાદીએ સ્થળ પર અવાર નવાર જઈ ખાલી કરવા જણાવ્યુ પણ તેમણે સાંભળ્યુ નહી અને સ્થળ પર મહતમ સમયે શ્રમિકો મળતા રહેતા. આ તમામ વચ્ચે પ્લોટમાં સિમેન્ટ બ્લોકની પાકી દિવાલ, દરવાજો પણ લગાવી દેવાયો હતો. ત્યારે આરોપી માણશીભાઈ ખેતશીભાઈ ગઢવીએ આ સ્થળ પર ગેરકાયદેસર કબ્જો કર્યાની અરજી કરી હતી, જે અરજીની તપાસના અંતે જિલ્લા ક્લેક્ટરએ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ – 2020ના કાયદાની જોગવાઈ હેઠળ આરોપી માણશીભાઈ ગઢવી સામે વિરુદ્ધ કાર્યવાહી કરવા હુકમ થતા ફરિયાદ નોંધવામાં આવેલ છે.